PM Svanidhi Yojana 2024 : વ્યવસાય શરૂ કરવા સરકાર આપે છે 50,000 રૂપિયા સુધીની લોન

PM Svanidhi Yojana 2024 : પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નાના વ્યાપારી અને રેંકડી વાળા માટે શરૂ કરવામાં આવી છે.જેના દ્વારા તેમના વ્યાપાર આગળ વધારવા માટે લોન આપવામાં આવે છે. દેશ ના નાના વ્યાપારી અને રેંકડી લગાડવા વાળા આ યોજના માં અરજી કરીને આ યોજના નો લાભ લઈ શકે છે

આ યોજના પોતાના વ્યવસાય ને આગળ વધારવા માટે નાની લોન ની સુવિધા પુરી પાડે છે આ યોજના નો લાભ નાના વ્યાપારી અને રેંકડી પર ધધો કરવાવાળા વ્યાપારી લઈ શકે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 નો લાભ તમને કેવી રીતે મળશે અને લોન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી તેની જાણકારી આગળ આપેલી છે.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 વ્યાજ સબસિડી

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન લેનાર ને ઓછા વ્યાજે 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. અને આની સાથે વ્યાજ સબસિડી નો લાભ પણ આપવામાં આવે છે. જો કોઈ લોન લેનાર લોન ની સમય મર્યાદા પહેલા ચૂકવી દે છે તો તેને 7% સુધીની વ્યાજ સબસિડી આપવામાં આવે છે. અને કોઈ પેનલ્ટી પણ નથી આપવી પડતી.

પીએમ સ્વનિધિ યોજના નો લાભ કોને મળશે ?

PM Svanidhi Yojana 2024 નો લાભ ખાસ કરીને નાના વ્યાપારી અને શેરિયોમાં લારી પર ધધો કરવાવાળા, શાક બકાલું વેચવાવાળા,ખાવા-પિવાની વસ્તું વેચવાવાળા તેમજ અન્ય લારી ચલાવવાવાળા ફેરિયા આ યોજના માટે અરજી કરીને આ યોજના નો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અતર્ગત મળવાપાત્ર લોન અલગ અલગ હપ્તા માં મળે છે. યોજના અતર્ગત પહેલો હપ્તો ₹10000 નો મળે છે બીજો હપ્તો ₹20000 મળે છે. જો લોન લેનાર આ રકમ સમયસર ચૂકવી દે છે પછીજ તેને આગળના હપ્તા મળશે.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 ના લાભ

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માં સરકાર રેંકડી લગાડવા વાળા ફેરિયા અને નાના વ્યાપારી ને ધધો આગળ વધારવા માટે લોન સુવિધા પુરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પહેલો હપ્તો ₹10000 અને વધારેમાં ₹50,000 આપવામાં આવે છે.

જો અરજી કરનાર લોન ની મુદત પહેલા લોન ની ચુકવણી કરી દે છે તો તેને વ્યાજ પર સબસીડી મળે છે. અને કોઈ પ્રકારની પેનલ્ટી પણ ભરવી પડતી નથી.

આ યોજના નાના વ્યાપારી ઓ ને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. જેથી કરીને તેમની જીવન શેલી માં સુધારો થાય.

PM Svanidhi Yojana 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટસ

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે જે નીચે આપવામાં આવ્યા છે.-

પાન કાર્ડ

આધાર કાર્ડ

બેંક અકાઉન્ટ

આવક નો દાખલો

રહેણાંક નો દાખલો

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માટે ની અરજી પ્રક્રિયા

જો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માટે ની અરજી કરવા માંગો છો તો તમારે તમારી નજીકની બેન્ક શાખા માં જવાનું રહેશે.ત્યાર બાદ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નું અરજી ફોર્મ માંગવું. અરજી ફોર્મ માં જરૂરી બધી વિગતો ધ્યાન પૂર્વક ભરવાની રહેશે અને તેની સાથે તેમાં બતાવેલા ડોક્યુમેન્ટસ આપવા. ત્યાર પછી તમારા ડૉક્યુમેન્ટ્સ ની ચકાસણી કરવામાં આવશે,જો બધું બરોબર હશે તો તમારી લોન અરજી પાસ કરવામાં આવશે અને થોડા સમયમાં લોન રકમ તમારા બેન્ક ખાતા માં જમાં કરી આપવામાં આવશે.

Leave a Comment