Ration Card E KYC Gujarat: રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવી લો નહિતર નહીં મળે રાશન,જાણો સંપૂર્ણ જાણકારી

 Ration Card E KYC Gujarat : જો તમે રાશન કાર્ડ ધારક છો તો તમારી માટે મહત્વની ચૂચના છે. ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ વાળા ને દર મહિને રાશન વિતરણ કરવામાં આવે છે. તેની સાથે રાશન કાર્ડ વાળા ને બીજા પણ ઘણા ફાયદા થાય છે. ભારત સરકાર ના રાષ્ટ્રીય ખાદ્ય વિભાગ દ્વારા રાશન કાર્ડ ઈ-કેવાયસિ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે માટે રાશન કાર્ડ વાળા માટે તે ફરજીયાત છે, તેથી જેમ બને તેમ વહેલા E-KYC કરાવવું.

જો કોઈ કારણોસર રાશન કાર્ડ ધરાવનાર ઈ કેવાયસી નથી કરાવતા તો,તેમને રાશન મળવાનું બંધ થઈ જશે. એટલા માટે રાશન કાર્ડ e -KYC ફરજીયાત કરાવી લેવું. આજના આ લેખ ના માધ્યમ થી તમને રાશન કાર્ડ ઈ કેવાયસી ને લગતી પુરી માહિતી આપવામાં આવી છે, જેથી કરીને તમે સરળતા થી ઈ કેવાયસી કરાવી શકો.

રાશન કાર્ડ ઈ કેવાયસી શુ છે?

રાશન કાર્ડ નું સંચાલન રાષ્ટ્રીય ખાદ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા જ બધા રાશન કાર્ડ ધારકો નું ઈ કેવાયસી કરવામાં આવે છે. Ration Card E KYC Gujarati એક એવી પ્રક્રિયા છે જેના માધ્યમ થી રાશન કાર્ડ વાળા પોતાના કાર્ડ અને માહિતી ને અપડેટ કરે છે. જેથી કરીને રાશન કાર્ડ ધારક ના પરિવારમા સભ્યો ની સંખ્યા વધી છે કે ઘટી છે તેની માહિતી પણ અપડેટ થઈ જાય છે. જેથી કરીને સરકાર દ્વારા આપવામાં આવતો લાભ પરિવાર ના બધા સભ્યો ને મળે છે. તે માટે રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું બહુજ જરૂરી છે.

રાશન કાર્ડ ઈ કેવાયસી ના માધ્યમ થી એ નક્કી થઈ જાઈ છે કે રાશન કાર્ડ ધારક ના પરિવારના બધા સભ્યો ને રાશન નો લાભ મળે છે. અને તેની સાથે સરકાર અને રાશન કાર્ડ ધારક ની વચ્ચે રાશન દુકાનવાળો કોઈ પણ પ્રકારની કપાત કે ચોરી કરી શકતો નથી.

રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ જરૂરી છે?

રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું બહુજ જરૂરી છે, કેમ કે તેના માધ્યમ થી સરકાર પાસે રાશન કાર્ડ ધારક ના પરિવાર ની વર્તમાન માહિતી પહોંચે છે. જેના માધ્યમ થી સરકાર પરિવાર ના બધા સભ્યો ને રાશન નો લાભ આપી શકે છે. અને તેની સાથે દુકાનદાર રાશન મા કોઈ કપાત કે રાશન કાપી શકતો નથી.

કેવી રીતે સરકાર દીકરીઓને આપે છે 2 લાખ રૂપિયા

રાશન કાર્ડ ઈ કેવાયસી પછી રાશન કાર્ડ ધારકને નવું અપડેટ થયેલું રાશન કાર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પરિવાર માં સભ્યો ની સંખ્યા વધે તો ઇ કેવાયસી ના માધ્યમ થી નવા સભ્ય નું નામ રાશન કાર્ડ માં ચડાવી શકાય છે. જેથી કરીને નવા સભ્ય ને પણ રાશન નો લાભ મળવાનો શરૂ થઈ જશે.

રાશન કાર્ડ ઈ કેવાયસી ના ફાયદા

• રાશન કાર્ડ ઈ કેવાયસી ના માધ્યમ થી રાશન કાર્ડ અપડેટ થઈ જાઈ છે.

• રાશન કાર્ડ ઈ કેવાયસી દ્વારા પરિવાર ના વર્તમાન સભ્યો ને જોડી દેવા માં આવે છે .

•  રાશન કાર્ડ ઈ કેવાયસી થી સરકાર પાસે રાશન કાર્ડ ધારક ની સંપૂર્ણ જાણકારી પહોંચી જાય છે.

• આનાથી પરિવાર ના બધાજ સભ્યો ને રાશન નો લાભ મળે છે.

• રાશન કાર્ડ ઈ કેવાયસી થી એ નક્કી થઇ જાય છે કે રાશન કાર્ડ યોજના નો લાભ રાશન કાર્ડ ધારક પરિવાર નેજ મળે છે.

• જો રાશન કાર્ડ ઈ કેવાયસી પહેલા રાશન કાર્ડ ધારક ના કાર્ડ પર કોઈ અન્ય લાભ લઈ રહીયુ છે, તો તેની જાણકારી મળી જાય છે.     • જેથી કરીને રાશન કાર્ડ ઈ કેવાયસી કરિયા પછી આ લાભ રાશન કાર્ડ ધારક ના પરિવાર ને મળવાનું શરૂ થઈ જાય છે.

• રાશન કાર્ડ ઈ કેવાયસી થવાથી રાશન કાર્ડ ધારક સાથે રાશન માં કપાત કે ધોખાઘડી થવાના ચાન્સ બહુજ ઓછા થઈ જાય છે અને રાશન કાર્ડ ધારક ને પૂરું રાશન મળે છે.

Ration Card E KYC Gujarat માટે જરૂરી ડોક્યુમેન્ટસ

• રાશન કાર્ડ

• આધાર કાર્ડ

• રાશન દુકાનદાર સંખ્યા

• જાતી નો દાખલો

• આવકનો દાખલો

• રહેણાંક નો દાખલો

• પાન કાર્ડ

• પાસપોર્ટ સાઈઝ ફોટો

• પરિવાર ના બધા સભ્યો ના નામ

• સરપંચ નું નામ

•  બેંક પાસબુક

રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ કરવું

(Ration Card E KYC Gujarat)

રાશન કાર્ડ ઈ કેવાયસી બે રીતે કરી શકાય છે જેના માધ્યમ થી ઈ કેવાયસી ની પ્રક્રિયા પુરી કરી શકાય છે

પહેલી રીત – CSC જન સેવા કેન્દ્ર દ્વારા

રાશન કાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયા ઓનલાઇન ના માધ્યમ થી કરી શકાય છે
આના માટે પહેલા રાશન કાર્ડ ધારક ને સરકાર માન્ય સીએસસી જન સેવા કેન્દ્ર પર જવું.
સીએસસી જન સેવા કેન્દ્ર થી જાણકારી લઈ પોતાના ડોક્યુમેન્ટસ જમાં કરાવવા
તે પછી જન સેવા કેન્દ્ર ઓનલાઇન ઈ કેવાયસી પૂર્ણ કરશે.
ઈ કેવાયસી કરવા માટે જન સેવા કેન્દ્ર વાલો વ્યક્તિ રાશન કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જશે.
તે પછી તે વેબસાઈટ પર રાશન કાર્ડ ઈ કેવાયસી ના બટન પર ક્લિક કરશે અને રાશન કાર્ડ ધારક ની બધી માહિતી અપડેટ કરશે

આ રીતે મેળવો 300 યુનિટ વીજળી મફત

બીજી રીતે – રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી

રાશન કાર્ડ અપડેટ કરાવવાની બીજી સરળ રીત એ રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી કરાવવું.

તેના માટે પહેલા તમારે રાશન કાર્ડ ડીલર પાસે જવાનું છે અને તેની પાસે થી રાશન કાર્ડ ઈ કેવાયસી ને લગતા ડૉક્યુમેન્ટ્સ ની જાણકારી મેળવવાની છે.

પછી રાશન કાર્ડ ડીલર ને તમારા ડૉક્યુમેન્ટ્સ આપો.

રાશન કાર્ડ ડીલર ડૉક્યુમેન્ટ્સ ના આધારે ઈ કેવાયસી પૂરું કરી આપશે.

Leave a Comment