Free Sauchalay Online Apply 2024:ફ્રી શૌચાલય યોજના સહાય 12,000 રૂપિયા

ભારત માં સ્વસ્છતા માં સુધારો કરવા અને તેને જાળવી રાખવા માં સ્વસ્છ ભારત મિશન ની ભુ મોટી ભૂમિકા રહેલી છે. તેના માધ્યમ થી દેશ ના શહેરો અને નગરો ને સાફ રાખ વાનું કામ કરવામાં આવે છે. સ્વસ્છ ભારત મિશન અંતર્ગત હાલમાં સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે. જેના માધ્યમ થી ગરીબ પરિવારો ના ઘરે શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ક્યાં પરિવારો ને લાભ મળવા પાત્ર છે અને તેના માટે અરજી કેવી રીતે કરવી ,તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલી છે.

ફ્રી શૌચાલય યોજના 2024

હાલ ભારત સરકાર ના સ્વસ્છ ભારત મિશન અંતર્ગત ફ્રી શૌચાલય યોજના ને ચલાવવામાં આવી રહી છે. આ યોજના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ શહેર માં રહેતા પરિવાર જેના ઘરે શૌચાલય ની વ્યવસ્થા નથી તે પણ આ યોજના માં અરજી કરી શકે છે. આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ ખુલામાં શૌચ મુક્ત ભારત બનાવવાનું છે.

આ યોજના માં અરજી કરવા વાળા પરિવારો ને શૌચાલય બનાવવા માટે સરકાર તરફ થી 12,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ રૂપિયા ત્યારેજ આપવામાં આવે છે જયારે તમે ઘરે શૌચાલય બનાવતા હોય. આ યોજના નો લાભ લેવા માટે અરજી કરનાર પરિવાર પાસે જરૂરી ડોક્યુમેન્ટસ હોવા જોઈએ.આ યોજના માટે ની યોગ્યતા અને નિયમો નીચે આપવામાં આવ્યા છે

ફ્રી શૌચાલય કોને મળવાપાત્ર છે

ફ્રી શૌચાલય સહાય માટે અરજી કરનાર પરિવાર ગરીબી રેખા ની નીચે હોવું જોઈએ

અરજી કરનાર પરિવાર માંથી કોઈ વ્યક્તિ સરકારી કે રાજનીતિ પદ પર ન હોવુ જોઈએ

પરિવાર માં કોઈ કર દાતા ન હોવું જોઈએ

અરજી કરનાર પરિવાર પાસે પહેલેથી કોઈ શૌચાલય ન હોવું જોઈએ,જો પહેલેથી શૌચાલય બનેલું છે તો તે પરિવાર ને કોઈ આર્થિક સહાય આપવામાં આવશે નહીં.

દીકરીઓને મળશે 2 લાખ રૂપિયા,

જરૂરી ડોક્યુમેન્ટસ

ફ્રી શૌચાલય યોજના માં અરજી કરી ને આર્થિક્ સહાય મેળવવા માટે પરિવાર પાસે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટસ હોવા જોઈએ. જે ડોક્યુમેન્ટસ આ છે -આધાર કાર્ડ,પરિવાર રેશન કાર્ડ,રહેણાંક નો દાખલો,આવેદક નો ફોટો ,બિપીએલ કાર્ડ અથવા એપીએલ કાર્ડ વગેરે .ફ્રી શૌચાલય યોજના માં પરિવાર ને માત્ર 12,000 રૂપિયા ની સહાય આપવામ આવેં છે. વધારાનો ખર્ચ પરિવારે કરવાનો રહેશે.

ફ્રી શૌચાલય યોજના માં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે કરી શકાય છે. અરજી કરનાર કોઈ પણ રીતે અરજી કરીને આ યોજના નો લાભ લય શકે છે. નીચે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આપવામાં આવી છે.

ફ્રી શૌચાલય યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

• પહેલા સ્વસ્છ ભારત મિશન ની ઓફિશિયલ વેબસાઈટ
www.swachhbharatmission.gov.in ને ઓપન કરો

• હવે વેબસાઈટ ના હોમ પેજ પર citizen corner મેનુ માં જવું

• ત્યા Application form for IHHL ના વિકલ્પ ને સિલેક્ટ કરો.

• ત્યાર બાદ તમે જે નંબર થી આ યોજના માં અરજી કરવા માંગો છો તે મોબાઈલ નંબર નાખવો

• પછી તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં OTP આવશે તે ઇન્ટર કરી સાઈન અપ કરો.

• ત્યાર બાદ તમારા બ્રાઉઝર માં ફ્રી શૌચાલય યોજના નું ઓનલાઇન ફોર્મ ખુલી જશે

આ અરજી ફોર્મને ભરો અને પોતાનું આધાર કાર્ડ, બિપીએલ/એપીએલ કાર્ડ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
અરજી પ્રક્રિયા પુરી થઈ

અરજી કર્યા પછી ફ્રી શૌચાલય યોજના ના રૂપિયા બેંક ખાતા માં આવતા થોડા દિવસો લાગી શકે છે.

Leave a Comment